ગુજરાત
News of Tuesday, 19th March 2019

સુરતના અડાજણ પાટિયા નજીક ઓનલાઇન જુગાર રમાડનાર પાંચ શકુનિને પોલીસે રંગે હાથે દબોચ્યા

 સુરત:અડાજણ પાટિયાના એક રહીશને કમિશન આપી ઓનલાઈન જુગાર રમાડવાની લીંક મેળવી પોતાની દુકાનમાં યુવાનોને બોલાવી તેમની પાસેથી ડીપોઝીટ લઈ ઓનલાઈન જુગાર રમવા લીંક અને આઇડી પાસવર્ડ આપતાં કતારગામના હોઝિયરીની દુકાનના માલિકને તેમજ ત્યાં જુગાર રમતા ચાર યુવાનોને પીસીબીએ ઝડપી પાડી રોકડા રૂ.૬૫,૪૦૦ , પાંચ મોબાઇલ ફોન અને એક લેપટોપ મળી કુલ રૂ.૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે ગતરાત્રે કતારગામ પારસ સોસાયટી શુભમ કોમ્પલેક્સ દુકાન નં. ૪ માં આવેલી અશ્વિન હોઝિયરી નામની દુકાનમાં છાપો મારી જુગાર રમાડતા દુકાનમાલિક અને રમનારા ચારને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૬૫,૪૦૦, રૂ.૧.૦૩ લાખની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને એક લેપટોપ મળી કુલ રૂ.૧,૯૮,૪૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

(5:42 pm IST)