ગુજરાત
News of Tuesday, 19th March 2019

અમદાવાદના ચાંદખેડામાં પત્નીએ પૈસા આપવાની ના ક્હેતા આર્મી જવાને ઢોરમાર મારતા હાલત ગંભીર

અમદાવાદ:ચાંદખેડામાં રહેતા આર્મી જવાને પત્ની પાસે રૂા. ૧૩ની માંગણી કરી હતી, પત્નીએ ઇન્કાર કરતાં ઢોર માર માર્યો હતો. ગંભીર હાલતમાં સારવાર લઇ રહેલી પત્નીએ સાસરિયા સામે ફરિયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે, ચાંદખેડામાં શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રજ્ઞાાબહેન નિરજભાઇ તિવારીએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે મારા પતિ આર્મીમાં નોકરી કરે છે. તેઓ તા. ૧૬ના રોજ રજા લઇને ઘરે આવ્યા હતા, દરમિયાન તેણી પાસે રૂા. ૧૩ લાખની માંગણી કરી હતી. પરંતુ રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાઇને પતિ સહિત પરિવારના સભ્યોએ ઢોર માર માર્યો હતો.

(5:41 pm IST)