ગુજરાત
News of Tuesday, 19th March 2019

અમદાવાદમાં 'ડોકટર્સ વેલનેસ કોન્ફરન્સ ૨૦૧૯' યોજાશે

'હેલ્ધી ડોકટર્સ હેલ્ધી સોસાયટીની થીમ સાથે તા.૨૯ માર્ચ થી ૩૧ માર્ચ ત્રિદિવસીય નિઃશુલ્ક કોન્ફરન્સઃ શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ધ્યાન દ્વારા સ્ટ્રેસથી મુકિત અને સંતુલિત જીવનની પ્રાપ્તિના ઉપાયો

રાજકોટ, તા.૧૯: શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે ઉત્તમ આરોગ્ય જરૂરી છે અને જો સમગ્ર સમાજના આરોગ્યની વાત કરીએ તો તેના આધારસ્તંભ છે ડોકટર. જો ડોકટર્સ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ બનશે. સતત પેશન્ટ અને બીમારીઓ તેમજ નકારાત્મક વાતાવરણની અસર ડોકટરના સ્વાસ્થ્ય પર પડે છે અને એટલે જ આજે ડોકટર અનેક પ્રકારે સ્ટ્રેસ અનુભવે છે. આ બધામાંથી મુકત થઈ સુંદર સકારાત્મક શાંત જીવન જીવવાનો એક માત્ર ઉપાય છે ધ્યાન અને એટલે જ સમર્પણ ધ્યાન યોગ દ્વારા પૂજય શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં હેલ્ધી ડોકટર્સ હેલ્ધી સોસાયટીની થીમ સાથે આધ્યાત્મિક અનુભૂતિ પર આધારિત ખાસ ડોકટર્સ માટે 'ડોકટર્સ વેલનેસ કોન્ફરન્સ' નું તારીખ ૨૯ માર્ચથી ૩૧ માર્ચ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદની એલ.જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે.ડોકટર્સ નિયમિત ધ્યાનના અભ્યાસથી સકારાત્મક ઉર્જાથી જોડાઈને શાંત, સશકત અને સુરક્ષિત આભામંડળ દ્વારા જીવનમાં સંતુલન સાધી શકે છે જેનો સીધો લાભ પેશન્ટને પણ મળે છે.આ પહેલા ૨૦૧૩ અને ૨૦૧૪નું વર્ષ ડોકટર્સ વર્ષ જાહેર કર્યુ ત્યારે પૂજય શ્રી શિવકૃપાનન્દસ્વામીજીની આ ધ્યાન પદ્ઘતિનો લાભ દેશ વિદેશના અનેક ડોકટરે લીધો હતો. અત્યારે આ ત્રણ દિવસ દરમિયાન પૂજય સ્વામીજીના સાનિધ્યમાં તેમના પ્રવચન અને ધ્યાનની ટેકિનક દ્વારા અનેક પ્રશ્નોના સમાધાન અને આત્મશાંતિ પ્રાપ્ત કરી શકાશે. આ ત્રિદિવસીય નિઃશુલ્ક કોન્ફરન્સનો લાભ લેવા દરેક ડોકટર્સને આમંત્રણ છે. વધુ માહિતી માટે ૯૮૯૮૦૧૧૫૫૫ નંબર પર સંપર્ક કરી શકાશે. કાર્યક્રમ ફ્રી છે પરંતુ રજિસ્ટ્રેશન ફરજિયાત છે,જેના માટે

http://bit.do/DrWellCon-2019-Registration

https://goo.gl/rxD752

પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

Email:drs.wellcon@gmail.com

આ કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ રાજકોટ પી.ડી.યુ.મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, લેકચર હોલ નં.૧માં કરવામાં આવશે. જેના માટે ૯૮૯૮૦૧૧૫૫૫ અને ૯૪૨૬૯૧૪૦૧૧ પર સંપર્ક કરી શકાશે.

(3:48 pm IST)