ગુજરાત
News of Tuesday, 19th March 2019

ભાજપે નિયમો તોડવામાં કોઇ કસર રાખી નથી : ટૂંક સમયમાં તાનાશાહીનો અંત : હાર્દિક

લોકશાહીમાં સહુને વિરોધ કરવાનો અધિકાર : રાજકોટ આવેલ પાસ કન્વીનર

રાજકોટ ;પાસના કન્વીનર અને તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં શામેલ થયા બાદ હાર્દિક પટેલ પ્રથમ વાર રાજકોટની મુલાકાતે આવ્યો હતો હાર્દિક પટેલે મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાયેલ ભાજપની બેઠક વિશે કહ્યું, ભાજપે નિયમોના ઉલ્લંઘનમાં કોઈ કસર છોડી નથી.

લોકસભા ચૂંટણી ને લઈને હાર્દિકે કહ્યું, ટૂંક સમયમાં દેશમાંથી તાનાશાહી સરકારનો અંત આવશે. જયારે હાર્દિકે પોતાનો થઈ રહેલ વિરોધના પગલે કહ્યું, લોકશાહીમાં સૌને વિરોધ કરવાનો અધિકાર છે.

(10:19 am IST)