સુરતમાં મૂંગા હોવાનું કહીને ભીખ માંગવા આવેલ યુવાન 40 લાખના હીરાનું પડીકું લઈને ભાગી ગયો
મહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
સુરતના મહિધરપુરામાં ડાયમંડની ઓફિસમાં મુંગા હોવાનું કહીને ભીખ માંગવા આવેલો યુવાન 40 લખની કિંમતના હીરાનું પડીકું લઈને ફરાર થતા સનસનાટી મચી જવા પામી છે
આ અંગે મળતી વિગત મુજબ મહિધરપુરા જડાખાડી વિસ્તારમા આવેલી એક ડાયમંડ ઓફિસમાં મુંગા હોવાનું કહી ભીખ માંગવા આવેલો યુવાન નજર ચુકવી 40 લાખથી વધુના હીરાનુ પડીકુ લઇ ભાગી છુટયો હતો. બનાવની જાણ થતામહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
મહિધરપુરા જડાખાડી વિસ્તારમા ડાયંમડ વિલેજ નામથી હીરાની ઓફિસ આવેલી છે ત્યાં બપોરના સમયે ઓફિસમા માલિક પિન્કેશ શાહ તથા અન્ય તેમનો મિત્ર હાજર હતો. દરમિયાન એક અજાણ્યો યુવાન તેમની ઓફિસમા આવ્યો હતો. જેને પોતે મુંગો હોવાનુ કહી પિન્કેશભાઇ પાસેથી ભીખ માંગી હતી. જેથી પીન્કેશભાઇએ તેને કેશ કાઉન્ટરમાથી રોકડ લઇને યુવાનને આપી હતી.
બાદમાં આ યુવાને તેમને પોતાનુ નામ કાગળમા લખવા જણાવ્યુ હતુ. દરમિયાન આ યુવાને પિન્કેશ અને તેના મિત્રની નજર ચુકવીને ટેબલ પર મુકેલા રૂપિયા 40 લાખના હીરાની ચોરી કરી ભાગી છુટયો હતો. બાદમાં ચોરી થયા અંગેની જાણ થઇ હતી