ગુજરાત
News of Tuesday, 19th March 2019

દીવ-દમણ ભાજપ પ્રમુખનાપુત્ર હેમરાજ ટંડેલે હોટલના કુકને ઇલેક્ટ્રિક શોક આપ્યાની ફરિયાદ

કુકને માર પણ માર્યો :આગોતરા જમીન અરજી માન્ય નહિ રહેતા ધરપકડના એંધાણ

 

દીવ-દમણ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલે હોટલના કુકને ઇલેક્ટ્રિક શોક આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી મુકેશ મલિકના જણાવ્યા મુજબ તે હોટેલ સી પ્રિન્સેસમાં કૂક તરીકે કામ કરે છે. તેને 26 ફેબ્રુઆરીના દિવસે હોટેલ સી વ્યૂમાં લઇ જઇ મારા મારી કરી હતી અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો.

  ફરિયાદીનો આરોપ છે કે ગોપાલ ટંડેલના પુત્ર દ્વારા બધુ કરાયું હતું. જેની સામે હેમરાજે આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે માન્ય રાખી નથી. હવે હેમરાજની ધરપકડ ભણકારા વાગી રહ્યા છે. ફરિયાદી મુકેશનું કહેવું છે કે તેની પર ચોરીનો આરોપ લગાવીને તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો.

   દરમિયાનમાં કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલ પર એટેમ્ટ ટુ મર્ડરનો કેસ નોંધાયો છે. ફરિયાદ અગાઉ નોંધાઇ હતી છતાં પોલીસે ભાજપ અધ્યક્ષના પુત્રને બચાવવાનું કામ કર્યું છે. હેમરાજ ફરાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે હોટેલ સી વ્યૂ ગોપાલ ટંડેલની માલિકીની છે અને હેમરાજ તેમનો પુત્ર છે.

(12:13 am IST)