ગુજરાત
News of Tuesday, 19th March 2019

સુરતના વેડ રોડ પરના મધુરમ પ્લાઝામાં આગ ભભૂકી ઇલેક્ટ્રોનિક્સ ઉપકારણૉ બળીને ખાખ ;લાખોનું નુકશાન

સુરતના વેડ રોડ પર આવેલ મધુરમ પ્લાઝામાં  ઉપરના માળે એકાએક આગ ફાટી નીકળી હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડીક જ વારમાં આ આગના ધુમાડાના ગોટેગોટા છેક સુરત બસ સ્ટેન્ડ સુધી દેખાય એમ પ્રસરી ગયા હતા સમગ્ર શોરૂમમાં આગ પ્રસરી ગઈ હતી અને ખૂબ જ કીમતી ટીવી ફ્રિજ વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયા હતા. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. બીજી બાજુ સ્થળ પર ચર્ચાતી વિગતો મુજબ આ શોરૂમમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી નો અભાવ હોવાનું પણ બહાર આવ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે મધુરમ પ્લાઝા એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો એક મોટો શો રૂમ છે. જેની બાજુમાં વાસ્તુ કલા નામનું એક મોટું એપાર્ટમેન્ટ છે. ત્યારે આગ લાગતાની સાથે જ આગના કારણે ધુમાડો રહીશોના ઘરમાં ઘૂસી ગયો હતો, જેને કારણે દૂરથી એવું દૃશ્ય દેખાતું હતું કે આગ કદાચ વાસ્તુકલા માં લાગી હશે પણ આગ બાજુના મધુરમ પ્લાઝા માં લાગી હતી. જેમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ છે

(7:51 pm IST)