News of Monday, 19th March 2018
લવ જેહાદ:વાપીમાં પરણિત યુવક-યુવતી દેશ છોડીને ભાગે તે પહેલા મુંબઈ એરપોર્ટથી બન્નેને દબોચી લેવાયા
વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ મથકમાં રામધૂન શરૂ કરી ન્યાયની માંગણી
વાપીમાં લવ જેહાદની કિસ્સાએ ચકચાર મચાવી છે વાપીથી પરણીત છોકરાં છોકરી બંને દેશ છોડી જઇ રહ્યાં હતાં. ત્યારે પોલીસે બંનેને મુંબઇ એરપોર્ટથી દબોચ્યા હતા. મુસ્લિમ સમાજનો યુવાન અને હિન્દૂ સમાજની યુવતીની વાપી ટાઉન પોલીસમાં પૂછપરછ હાથ ધરાઈ હતી.
આ મામલામા વીએચપી સહિતના સંગઠનોએ દખલગિરી કરી હતી. વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ મથકમાં રામધૂન શરૂ કરી ન્યાયની માંગણી કરી હતી. બંને યુવક યુવતીના પરિવારના લોકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા
(10:12 pm IST)