News of Friday, 19th February 2021
મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલની રાજકારણમાં સક્રિય એન્ટ્રી?: પ્રચારમાં વ્યસ્ત
રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ રાજકારણમાં સક્રિય થયા હોવાનું જાણવા મળે છે. અગાઉ તેઓએ કહેલ કે રાજકારણમાં નહિં ઝંપલાવું, હાઈકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ. તેઓ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવા મેદાનમાં ઉતરી પડયા છે. ફૈઝલ પટેલના રાજકારણમાં સક્રીય થવાથી અનેક તર્કવિતર્કો થઈ રહી છે.
(11:33 am IST)