ગુજરાત
News of Wednesday, 19th February 2020

વડોદરામાં વધુ એક ભાજપ ધારાસભ્ય નારાજ : વિકાસકામો નહિ થતા હોવાનો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આક્ષેપ

શૈલેષ મહેતાએ ચાલુ સભામાં જ વિકાસ કાર્યોને લઇને નારાજગી વ્યક્ત કરતાં ભાજપમાં હડકંપ

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત છે. થોડા દિવસ પહેલા નારાજ થયેલા ભાજપના ધારાસભ્યોને મોવડીમંડળે માંડ મનાવ્યા હતા. ત્યાં વધુ એક ધારાસભ્ય નારાજ થયા છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના વિસ્તારના કામો ન થતાં હોવાનો આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી છે.

 વડોદરા મહાનગર સેવાસદનની બજેટ બેઠકમાં શૈલેષ મહેતાએ પોતાના વિસ્તારના કામોને લઇને કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. શૈલેષ મહેતાએ ચાલુ સભામાં જ વિકાસ કાર્યોને લઇને નારાજગી વ્યક્ત કરતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. મહત્વનું છે કે શૈલેષ મહેતા વાઘોડિયાના કોર્પોરેટર પણ છે

(8:18 pm IST)