ગુજરાત
News of Wednesday, 19th February 2020

મુંબઇમાં ૨૯મીએ ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ સમારોહ

રાજકોટ, તા.૧૯: ગુજરાતી ટ્રાન્સમીડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ વિતરણ સમારંભ તા.૨૯ ફેબ્રુઆરીએ સાંજે ૬.૩૦ વાગ્યે જુહુ મુંબઇ ખાતે હોટલ તુલીપ સ્ટારમાં યોજાનાર છે.

ટ્રાન્સમીડિયાના મેનેજીંગ ડીરેકટર શ્રી જસ્મીન શાહે જણાવ્યું હતું કે ૨૦૧૯ના વર્ષમાં કુલ ૫૬ ફિલ્મો રીલીઝ થઇ જેમાંથી મોટા ભાગની સારી ફિલ્મો આ સ્પર્ધામાં છે જે એક વિક્રમ છે તેજ રીતે ગુજરાત અને મુંબઇના નોંધનીય કહી શકાય એવા તમામ નાટકો અને ટેલીવિઝન શ્રેણીઓ આ સ્પર્ધામાં છે અને તેના નોમીનેશન્સ વિધિવત રીતે કલાકારો કસબીઓ, મીડિયાના મિત્રો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે ફિલ્મ અને ટેલીવિઝન જયુરીમાં જાણીતા તજજ્ઞો જેવા કે તુષાર વ્યાસ, કાર્તિકેય ભટ્ટ, શ્રી નિવાસ પાત્રો, ચીકા ખરસાણી અને અતુલ બ્રહ્મભટ્ટની સેવાઓ મળી જયારે ગુજરાત નાટક વિભાગ માટે સુ.જયશ્રી પરીખ, રાજુ બારોટ, નિસર્ગ ત્રિવેદી અને દીપક અંતાણીની સેવા મળી અને મુંબઇ નાટકની જયુરીમાં શ્રી દીપક ઘીવાલા અને અમિત દિવેટીયાની સેવા મળી છે.

ગુજરાતી ફિલ્મો 'ધુનકી'ને ૧૧, તથા 'ચીલઝડપ'ને ૧૦ નોમીનેશન્સ ફિલ્મ 'કાચિંડો' ને ૮ તથા 'બજાબા' 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' 'સજન પ્રીતની જગમાં થશે જીત' ને ૬, ૬ નોમીનેશન્સ ગુજરાત ૧૧ 'તારી મુસ્કુરાહટ' 'મિસ્ટર કલાકાર' ને પ, પ નોમીનેશન્સ અને 'હવે થશે બાપ રે બાપ', 'જલસાઘર' ને ૪ નોમીનેશન્સ ૨૪ કેરેટ પિત્તળ' 'વિજયપથ', 'હંગામાહાઉસ', ડેડી આઇ લવ યુ, દિયા ધ વન્ડર ગર્લ, 'માય ડીયર બબુચક, ને ૩, ૩ નોમીનેશન્સ આઇ વર્સીસ મી, 'વિશુધ્ધિ, ૪૭ ધનસુખ ભવન, ને ૨, ૨ નોમીનેશન્સ અને 'ચાસણી, 'સાહિલ, 'નક્કામા, 'રઘુ સી.એન.જી., ફેકબુક ધકામ, ફિલ્મો એ ૧, ૧ નોમીનેશન્સ મેળવ્યા છે.

ગુજરાતના નાટકો 'નિમિમત કમબેક સુન' અને 'અદાલત ૨૭*૭' નાટકો સૌથી વધુ ૬, ૬ નોમીનેશન્સ સાથે આગળ છે. તો 'મુળરાજ મેન્શન' એ પ નોમીનેશન્સ મેળવ્યા છે.

ટેલીવિઝન શ્રેણીઓમાં સૌથી વધુ એટલે સાત નોમીનેશન કલર્સ ગુજરાતી પર ધૂમ મચાવતી શ્રેણી 'અભિલાષા-એક અસ્તિત્વની' ફાળે જાય છે. જયારે 'લક્ષ્મી સદૈવ મંગલમ' અને 'સાવજ-એક પ્રેમ કથા' ને પ, પ નોમીનેશન્સ મળ્યા છે. 'મહેક-મોટા ઘરની વહુ' અને 'દીકરી-વહાલનો દરિયો' ૪, ૪ નોમીનેશન્સ મેળવે છે.

ટ્રાન્સમીડિયા સ્વ.ગોવિંદભાઇ પટેલ મહારથી એવોર્ડ બોલીવુડના જાણીતા નિર્માતા શ્રી આનંદ પંડિતને ટ્રાન્સ મીડિયા સ્વ.હેમુ ગઢવી એવોર્ડ જાણીતા પાર્શ્વ ગાયક શ્રી પ્રફુલ દવેને ટ્રાન્સ મીડિયા શ્રી મહેશ નરેશ એવોર્ડ સંગીતકાર બેલડી 'કેદાર-ભાર્ગવ'ને ટ્રાન્સ મીડિયા વિશેષ એવોર્ડ ૨૦૧૯નો શ્રેષ્ઠ ફીચર ફીલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ટીમ હેલ્લારોને ટ્રાન્સ મીડિયા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ (પુરૂષ) શ્રી ફિરોઝ ઇરાનીને ટ્રાન્સ મીડિયા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ (સ્ત્રી) સુ શ્રી મીનળ પટેલને મળે છે. ટ્રાન્સમીડિયા  એવોર્ડની સૌરાષ્ટ્રમાં પ્રચારને લગતી (મીડિયા) કામગીરી વિજય કારિયા (મો.૯૮૭૯૫ ૫૦૧૦૫) સંભાળી રહ્યા છે.

(3:51 pm IST)