ગુજરાત
News of Tuesday, 19th February 2019

વાપીના ગુંજન વિસ્તારમાં તસ્કરોએ સ્ટોરમાંથી 3 લાખની લોખંડની તિજોરીની ઉઠાંતરી કરી

વાપી: શહેરના ગુંજન વિસ્તારમાં આવેલા સુપર સ્ટોરમાં રવિવારે રાત્રિ દરમિયાન ઘુસેલા તસ્કરો રોકડા રૂ.૩.૦૩ લાખ ભરેલી લોખંડની તિજોરી ચોરી કરી ભાગી છૂટયા હતા. તસ્કરો રોકડા કાઢી તિજોેરી પાછળના ભાગે ફેંકી ગયા હતા. સીસીટીવીમાં ત્રણથી ચાર શખ્સોની હિલચાલ કેદ થઈ હતી. પોલીસે ફુટેજના આધારે સઘન તપાસ આદરી છે. સુપર સ્ટોરની બાજુમાં આવેલા પાનના ગલ્લમાંથી પણ રોકડા રૂ.૧૦ હજાર ચોરી ગયા હતા.

વાપીના ગુંજન વિસ્તારમાં ધીરજ એન્ડ સન્સ સુપર માર્કેટ એન્ડ ફેશન વર્લ્ડ નામક સુપર સ્ટોર આવેલો છે. રવિવારની રાત્રિ દરમિયાન તસ્કરો સુપર સ્ટોરમાં પાછળનો દરવાજો તોડી અંદર ઘુસ્યા હતા. તસ્કરોએ અંદર રહેલી લોખંડની તિજોરીને તોડવા ભારે પ્રયાસ કર્યો હતો. જોકે, તિજોરી નહીં ખૂલતા તસ્કરો રોકડા રૂ.૩.૦૩ લાખ ભરેલી આખી તિજોરી જ ચોરી કરી ભાગી છૂટયા હતા. સુપર સ્ટોરમાંથી તિજોરી ઉઠાવ્ય બાદ તસ્કરો રોકડા રૂપિયા કાઢી પાછળના ભાગે ખાલી તિજોરી ફેંકી ગયા હતા. 

 

(5:31 pm IST)