ગુજરાત
News of Tuesday, 19th February 2019

વડોલીની સીમમાં પુરપાટ ઝડપે જતી ટ્રકની હડફેટે બાઈક સવાર ત્રણ ભાઈ પૈકી બેના કમકમાટી ભર્યા મોત

બારડોલી:ઓલપાડથી વડોલી જતા રોડ ઉપર વડોલી ગામની સીમમાં રાત્રે ૮ વાગ્યે પુરઝડપે જતી ટ્રક ચાલકે ત્રણ સવારી બાઈક સવાર યુવાન વિદ્યાર્થીઓને અડફટે લઈ ટક્કર મારતા બાઈક સવાર ત્રણ ભાઈમાંથી બે સગા ભાઈના મોત થયા હતા. જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થઈ હતી.

ઓલપાડ તાલુકાના કદરામા ગામે બસ સ્ટેન્ડ ફળિયામાં હાર્દિક પ્રમોદભાઈ પટેલ(ઉ.વ.૧૮) અને દિપ પ્રમોદભાઈ પટેલ(ઉ.વ.૧૪) પરિવાર સાથે રહેતા હતા. બંને ભાઈ હાર્દિક અને દિપ અંકલેશ્વર તાલુકાના સીસોદરા ગામે મોસાળમાં મામા સુરેશ ગોમાનભાઈ પટેલને ત્યાં રહી અભ્યાસ કરતા હતા. શનિ-રવિની રજા હોય હાર્દિક અને દિપ પોતાના મામાના દિકરા જયદીપ રમેશભાઈ પટેલ સામે બાઈક (નં.-જીજે-૧૬-એએ-૬૨૩૯) પર બેસી ત્રણ સવારી કદરામા ગામે ઘરે આવેલા હતા. સોમવારે સ્કુલે જવાનું હોય ત્રણેય જણા રવિવારે સાંજે કદરામા ઘરેથી બાઈક ઉપર સીસોદરા જવા નીકળ્યા હતા.

 

(5:29 pm IST)