ગુજરાત
News of Tuesday, 19th February 2019

સુરત: કંપનીના એક બંધ ઓડિટોરિયમમાંથી હાડપિંજર મળી આવતા અરેરાટી

સુરત:હજીરાપટ્ટીની રિલાયન્સ કંપનીના એક બંધ ઓડીટોરીયની એક નાનકડી ઓરડીમાંથી તપાસ દરમ્યાન એક હાંડપિંજર મળી આવતા સૌ ચોંકી ઉઠયા હતા. આ હાડપિંજર ૭ વર્ષ પહેલા ગુમ થયેલ એક મજુરનું હોવાની શંકાના આધારે તપાસ શરૂ થઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હજીરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીમાં એક ઓડીટોરીયમ આવ્યુ છે.છેલ્લા ધણા વર્ષોથી ઉપયોગ થતો ન હોવાથી બંધ હાલતમાં પડયુ છે. આજે રિલાયન્સની વિજીલન્સ ટીમ દ્વારા અચાનક આ ઓડીટોરીયમની તપાસ કરાતા ત્યાંની એક ચાર બાય ચારની બંધ ઓરડીમાંથી એક હાંડપિજર મળી આવતા સૌ ચોંકી ઉઠયા હતા. આ હાડપિંજરની સાથે બાજુમાં કપડા પણ મળી આવ્યા હતા. રિલાયન્સ કંપની દ્વારા તુરંત પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચેલી હજીરા પોલીસે હાડપિંજરનો કબ્જો લઇને તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યુ છે. 

(5:28 pm IST)