ગુજરાત
News of Tuesday, 19th February 2019

સાંખ્યયોગી બહેનોની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલયની ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીઓનો

સમાવર્તન સંસ્કાર યોજાયો

ઉના, તા ૧૯. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, દુધાળા ગીરના સાંખ્યયોગી ભાનુબેનની નિશ્રામાં, સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર  વિદ્યાલયની ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો હતો. સાંખ્યયોગી બહેનોના હસ્તે સમાવર્તિત બહેનોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો.

સયુક્ત સભાને સંબોધન કરતાં પુરાણી બાલકૃષ્ણદાસજીએ સ્વામીએ જણાવ્યુ હતું કે વ્યસનોથી દૂર રહી, ભગવાનમાં નિષ્ઠા રાખી માતપિતા, માતૃસંસ્થા, માતૃભૂમિ અને માતૃભાષાને કદી ભૂલશો નહીં. પિતૃકુળ અને સસરા કુળને દીપાવજો. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઇ જોષીએ શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.

પ્રતિ શ્રી આદરણીય તંત્રી શ્રી,                                                        કનુ ભગત 

(4:45 pm IST)