ગુજરાત
News of Tuesday, 19th February 2019

આંગણવાડી બહેનોના પગારમાં રૂ.૯૦૦ તેડાગરના પગારમાંં રૂ.૪પ૦ વધારો

ગાંધીનગર તા. ૧૯ : રાજયની પ૩,૦૦૦ થી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક રૂ. ૬૩૦૦ આપવામાં આવે છે. મને જણાવતાં આનંદ થાય છે કે, હવે ેતેમાં રૂ. ૯૦૦નો વધારો કરી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક રૂ.૭ર૦૦ આપવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને અત્યારે માસિક રૂ.૩ર૦૦ આપવામાં આવે છે., તેમાંં રૂ.૪પ૦નો વધારો કરી માસિક રૂ.૩૬પ૦ આપવામાં આવશે. તેમ નિતીન પટેલે જણાયું હતું. છે

બાળકો, કિશોરીઓ તથા સગર્ભા-ધાત્રી માતાઓને પુરક પોષણ, આરોગ્ય અને શિક્ષણ પુરૃં પાડવા માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે. આ માટે આઇસીડીએસની જુદી જુદી યોજનાઓ જેવી કે, સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ, પૂર્ણા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, ટેક હોમ રાશન, દુધ સંજીવની, પુરક પોષણ યોજના, માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના વગેરે થકી પ૦ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.આ યજનાઓના અમલ માટે વાર્ષિક રૂ. રર૮૩ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. (૬.૧૯)

(3:37 pm IST)