ગુજરાત
News of Tuesday, 19th February 2019

ડીબીટીથી ૯૦૦૦ કરોડ સીધા લાભાર્થીના ખાતામાં

ગાંધીનગર : અમારી સરકાર સેવાસેતુ કાર્યક્રમ યોજીને નાગરીકો તેમના ઘર આંગણે વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન, મા-કાર્ડ આધારકાર્ડ, આવકના દાખલ રેશનકાર્ડ, જાતિના દાખલા, વારસાઇ,ક્રિમીલેયર પ્રમાણપત્ર સહિત વિવિધ સેવાઓ આપવાની શરૂઆત કરી પારદર્શકતા અને કાર્યક્ષમ વહીવટનો ઉતમ નમુનો પુરોપ ાડેલ છે. આ વર્ષે સમગ્ર રાજયમાં રર૭૭ સેવાસેતુ કાર્યક્રમ થકી ૪૬ લાખ નાગરીકોને એક જ સ્થળેથી જરૂરી વ્યકિતલક્ષી સેવાઓ આપવામાં આવ છે. આમ, સેવાસેતુ કાર્યક્રમ જનહિતલક્ષી અભિયાન બની ગયું છે.

ડાયરેકટ બેનિફિટ ટ્રાનસફર (ડીબીટી) ના માધયમથી લાભાર્થીઓને સીધા જ તેમના બેંક ખાતામાં સરકારી યોનજાના મળવાપાત્ર લાભો જમા કરાવમાં આવે છે. જે અંતર્ગત એપ્રિલ ર૦૧૭ થી અત્યાર સુધી ૯૦૦૦ કરોડનું ચુકવણુ થયેલ છે. (૮.૪)

 

(3:36 pm IST)