News of Monday, 18th February 2019
અમદાવાદમાં BRTS રૂટમાં ઇલેક્ટ્રિક બસ દોડશે :મનપા દ્વારા 50 બસનું ટેન્ડર બહાર પાડી દેવાયું
ચોક્કસ કંપનીને ફાયદો થાય તે રીતે ટેન્ડરની શર્તો રાખી:વિપક્ષનો આક્ષેપ
અમદાવાદ :અમદાવાદમાં BRTS રૂટમાં ઇલેક્ટ્રિક બસ દોડશે અને આ અંગે પ્રથમ તબક્કા માટે મહાનગર પાલિકા દ્વારા 50 બસનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યુ છે. અને થોડા દિવસમાં ઇલેક્ટ્રીક BRTS બસ શહેરના રોડ પર દોડતી થઇ જશે.
વર્ષ 2019-20નાં બજેટમાં ત્રણ વર્ષમાં બીજી એક હજાર ઈલેક્ટ્રીક બસની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજીતરફ ચોક્કસ કંપનીને ફાયદો થાય તે રીતે ટેન્ડરની શર્તો રાખી મળતીયા કોન્ટ્રાક્ટર પાસેથી બસ ખરીદવામાં આવી હોય તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
(12:47 am IST)