News of Monday, 18th February 2019
ઇડરના ગંભીરપુરા પાસે ડુંગર પરથી યુવકનો માથું કપાયેલ મૃતદેહ બંદૂક સાથે મળ્યો :હત્યાની આશંકા
યુવકની કોહવાયેલી હાલતમાં લાશ પાસે રાઇફલ પણ મુકેલી જોવાઈ
ઇડરના ગંભીરપુરા પાસે ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ માથુ કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.લાશ મળ્યાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ડુંરગ પર ઉમટ્યા હતા.
જાણવા મળ્યા મુજબ ઇડરના ગંભીરપુરા પાસે આવેલ પર્વતમાળામાં એક મૃતદેહ મળી આવ્યો હતો. તેનું માથું કપાયેલું હતું અને તેની સાથે બંદૂક હતી.મૃતદેહને જોતા હત્યાની આશંકા વ્યક્ત કરાઈ છે ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ આરંભ્યો છે
આ લાશ એક યુવકની હોવાનું ખૂલ્યું છે, યુવકના હાથ પાસે એક રાઇફલ મૂકેલી જોવા મળે છે. બ્લૂ કલરના હૂડી અને પેન્ટમાં રહેલો મૃતદેહ કોહવાઈ ગયેલી અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાંથી લોકોના ધાડેધાડા ડુંગરમાં ઉમટ્યા હતા.
(12:25 am IST)