ગુજરાત
News of Monday, 18th February 2019

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સ્વાઈન ફ્લુમાં સપડાયા :ખાનગી હોસ્પિટલમાં દાખલ

વડોદરા :રાજ્યમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને કારણે ફફડાટ ફેલાયો છે. ત્યારે સ્વાઇન ફ્લૂના ભરડામાં ભાજપના એક ધારાસભ્ય સપડાઇ ગયા છે. વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને સ્વાઇન ફ્લૂ થયો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે

મળતી વિગત મુજબ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,જ્યાં ચેકઅપમાં તેઓને ખુલ્યું છે કે તેઓ સ્વાઇન ફ્લૂમાં સપડાયા છે. તેઓની તાત્કાલિક ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ કેતનભાઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે

(12:13 am IST)