ગુજરાત
News of Tuesday, 19th February 2019

જંબુસરના દેવલા ગામે તીન પતીનો જુગાર રમતા નવ શખ્શો ઝડપાયા :17,640નો મુદામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના જાંબુસરના દેવલા ગામે જાહેરમાં તીનપતીનો જુઅગર રમતા નવ શખ્શોને ઝડપી લેવાયા છે અને 17 હજારથી વધુનો મુદ્દમાલ જપ્ત કરાયો છે

 ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવા સૂચન આપેલ  જે અનુસંધાને જંબુસર નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ જંબુસર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા

 દરમિયાન બાતમી મળેલ તે આધારે દેવલા નવીનગરીમાં રેડ કરાતા જુગારીઓ ટીન પત્તીનો જુગાર રમતા ઝડપ્યા હતા.જેમાં ઇનાયત ઉર્ફ ગિન્ની યાકુબ ગડીયા, રસીદ અલલી પટેલ, તૌસીફ સાદિક પટેલ, ઇસ્માઇલ ઇબ્રાહિમ જીવા, વિઠ્ઠલ ધૂળા રાઠોડ, ગેમા નાગજી રાઠોડ, સંજય અમરસંગ રાઠોડ, ઠાકોર નારણ રાઠોડ, ભીમા લક્ષ્‍મણ રાઠોડ તમામ રહે. દેવલા જેઓ પાસે થી અંગઝડતીના રૂપિયા ૧૪,૨૨૦ દાવ પરના રોકડ રૂપિયા ૩,૪૨૦ આમ કુલ ૧૭,૬૪૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:03 am IST)