ગુજરાત
News of Tuesday, 19th February 2019

રાજ્ય સરકારનો મોટો નિર્ણંય : ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના

સામાજિક સુરક્ષા,આવાસ,શિક્ષણ,રોજગાર સહિતના મુદ્દે ધ્યાન રખાશે

ગાંધીનગર :ટ્રાન્સજેન્ડર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકારએ મોટો નિર્ણય કર્યો છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરી છે બોર્ડ દ્વારા આ સમુદાયની સામાજિક સુરક્ષા તેમજ આવશ્યક જરૂરિયાતોની પૂર્તિ માટે આવાસ, શિક્ષણ, રોજગાર અને આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ પર ભાર મૂકાશે.

    દેશમાં ટ્રાન્સજેન્ડરને ત્રીજા વર્ગ તરીકે ઓળખ આપવામાં આવી છે. હવે ટ્રાન્સજેન્ડર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડ દ્વારા આ સમુદાયની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

(10:45 pm IST)