ગુજરાત
News of Tuesday, 19th February 2019

લોકરક્ષક પરીક્ષાના કટ ઓફ માર્ક્સ જાહેર :26મીથી પ્રેક્ટિકલ પરીક્ષા

રાજ્યના 6 પોલીસ ગ્રાઉન્ડમાં 26મી 9 માર્ચ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે

અમદાવાદ :લોકરક્ષક દળ બોર્ડ દ્વારા લોકરક્ષક પરીક્ષાના કટ ઓફ માર્ક્સ જાહેર કરાયા છે જેમાં જાતી કેટેગરી પ્રમાણે ઉમેદવારોના કટ ઓફ માર્ક્સ જાહેર થયા છે હવે જેતે કેટેગરીમાં નક્કી કરવામાં આવેલા માર્ક્સ અનુસાર ઉમેદવારોને પ્રેક્ટીકલ પરીક્ષામાં બોલાવવામાં આવશે.

    લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષાના કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જનરલ કેટેગરીમાં પુરૂષ ઉમેદવારના 65 અને મહિલા ઉમેદવારના 47 તથા માજી સૈનિક ઉમેદવારના 40 કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. SC કેટેગરીમાં પુરૂષ ઉમેદવાર માટે 58.25, મહિલા ઉમેદવાર માટે 41 અને માજી સૈનિક માટે 40 કટ ઓફ માર્ક્સ જાહેર કરાયા છે ST ઉમેદવારમાં પુરૂષો માટે 46.25, મહિલાઓ માટે 40 તથા માજી સૈનિકો માટે પણ 40 કટ ઓફ માર્ક્સ જાહેર થયા છે  OBC કેટેગરી માટે પુરૂષ ઉમેદવાર માટે 58.75, મહિલા ઉમેદવાર માટે 40 તથા માજી સૈનિક માટે પણ 40 કટ ઓફ માર્ક્સ જાહેર થયા છે
  લોકરક્ષક દળની વેબસાઈટ અનુસાર, હાજર ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ, વધારાના ગુણ માટે માન્‍ય પ્રમાણપત્ર (રમતગમત, NCC “C”, રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) ના નિયામોનુસાર મળવાપાત્ર ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્‍યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોને શારીરીક કસોટી માટે યાદી બહાર પાડવામાં આવી છે.
    કટ ઓફ માર્ક્સ પ્રમાણે શારીરિક કસોટીની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમનું પણ નામ આ યાદીમાં હશે તેમની 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા રાજ્યના 6 પોલીસ ગ્રાઉન્ડમાં યોજાશે

(10:21 pm IST)