ગુજરાત
News of Tuesday, 19th January 2021

કોસ્ટલ હાઇવે પર આડેધડ ચાલતા 40 થી વધુ ડમ્પરો સામે ડુંગરી પોલીસની લાલ આંખ

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે આ કાર્યવાહી ચાલુ જ રહેશે :વલસાડ કોસ્ટલ હાઇવે પર ડમ્પરની અડફેટે પોલીસકર્મીના મોત બાદ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે હાઇવે પર ખાસ ચેકિંગ હાથ ધરી ડમ્પરોને સીધા દોર કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં કોસ્ટલ હાઇવે પર આડેધડ ચાલતા ડમ્પરો વિરૂદ્ધ પોલીસે આજરોજ કડક અભિયાન હાથ ધર્યું હતુ. જેમાં તેમના દ્વારા કોસ્ટલ હાઇવે પર પેટ્રોલિંગ હાથ ધરી 40 થી વધુ ડમ્પરોને પકડી તેમની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ કોસ્ટલ હાઇવે પર ડમ્પરની અડફેટે પોલીસકર્મીના મોત બાદ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે હાઇવે પર ખાસ ચેકિંગ હાથ ધર્યું હતુ. આ અભિયાન દરમિયાન તેમના દ્વારા કોસ્ટલ હાઇવે અને નેશનલ હાઇવે પર આડેધડ અકસ્માત નોતરે એ રીતે ડ્રાઇવિંગ કરનારા ડમ્પરો, ટેમ્પાઓને સીધા દોર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં તેમના દ્વારા આવા ડમ્પરો કે ટેમ્પા વિરૂદ્ધ આડેધડ ડ્રાઇવિંગનો કેસ કર્યો હતો. આ અભિયાનના પગલે ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.જિલ્લા પોલીસ વડાએ અકિલા સાથે વાતચીતમાં જણાવ્યું કે બેફામ વાહનો ચલાવનાર સામે કાર્યવાહી થશો જિલ્લા પોલીસ જિલ્લામાં આ મુહિમ ચાલુ રાખશો

(10:46 pm IST)