ગુજરાત
News of Tuesday, 19th January 2021

કેવડિયા માટે શરૂ થયેલી 8 ટ્રેન રેલવે તંત્ર માટે ખોટનો ધંધો :પહેલા દિવસે બધી ટ્રેનમાં થઈને માત્ર 90 મુસાફરો જ આવ્યા

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી નું મુખ્ય મથક કેવડિયા કોલોની દેશના 6 રાજ્યો સાથે રેલ કનેક્ટીવિટીથી જોડી દેવાયા

અમદાવાદ : કેવડિયા કોલોની ખાતે દેશના વિવિધ સ્થળોએથી પ્રથમ દિવસે 8 ટ્રેન આવી હતી. જેમાં કુલ 90 મુસાફરો આવ્યા હતા. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી નું મુખ્ય મથક કેવડિયા કોલોની દેશના 6 રાજ્યો સાથે રેલ કનેક્ટીવિટીથી જોડી દેવામાં આવી છે. જેથી પ્રવાસીઓ સીધા રેલ માર્ગે કેવડિયા આવી ટેક્ષીમાં ફરી સ્ટેચ્યુ કે જંગલ સફરી જોવા જઈ શકે છે. હવે આ એક ઓપ્શન વધતા પ્રવાસીઓ દૂર દૂરથી કેવડિયા આવશે. હાલ નિયમિત રેલવે સેવા ચાલુ થઈ પણ પ્રથમ દિવસે ઓછા પ્રવાસીઓ આવ્યા હતા

  સોમવારે કેવડિયાથી કોઈ પેસેન્જર ટ્રેનમાં ગયા ન હતા. પરંતુ અન્ય શહેર રાજ્યમાંથી જે પ્રવાસીઓ ટ્રેન સેવાનો આનંદ ઉઠાવવા નીકળ્યા હતા. તેવા પેસેન્જરો કેવડિયા રેલવે સ્ટેશન પર સત્તાવાર આંકડા મુજબ 90 પેસેન્જરો વિવિધ ટ્રેનો મારફ્તે કેવડિયા પહોંચ્યા હતા. જેમાં કેવડિયા-વારાણસી, મહામના એક્સપ્રેસ 24 પેસેન્જર પહોંચ્યા, દાદર કેવડિયા એક્સપ્રેસમાં 14 મુસાફરો આવ્યા હતાં.

 અમદાવાદ- કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ 22 મુસાફર, નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ -00, કેવડિયા-રીવા એક્સપ્રેસમાં 12પેસેન્જર, ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ 7 મુસાફર પ્રતાપ્નગર-કેવડિયા, મેમૂ ટ્રેનમાં 03 મુસાફરો આવ્યા હતાં. જ્યાંરે કેવડિયા-પ્રતાપ્નગર, મેમૂ ટ્રેનમાં 07 મળી કુલ 90 જેટલા મુસાફરો કેવડિયા ખાતે આજે આવ્યા હતાં. ત્યારે આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બંધ હોવાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. આવનારા દિવસોમાં મુસાફરો આવશે કે કેમ તે અંગેની ચચર્એિ જોર પકડયું છે. આજ પ્રકારે મુસાફરોની સંખ્યા રહી તો રેલવે ને નુકસાન થશે તેવું લાગી રહ્યું

(6:33 pm IST)