ગુજરાત
News of Tuesday, 19th January 2021

સુરતમાં રેડીમેડ ગારમેન્ટ વેપારી પાસેથી 1.76 લાખનો કાપડનો જથ્થો ખરીદી છેલ્લા બે વર્ષથી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:પાલના રેડીમેડ ગારમેન્ટ વેપારી પાસેથી રૂા. 1.76 લાખની મત્તાનો કપડાનો જથ્થો ખરીદી છેલ્લા બે વર્ષથી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરનાર કતારગામના વેપારી વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

પાલ પાણીની ટાંકી નજીક સ્વસ્તિકવીલા એપાર્ટમેન્ટમાં રહેતો અને ઘરેથી હોલસેલમાં રેડીમેડ ગારમેન્ટનો વેપાર કરતા નીરવ નરેશ મોદી (ઉ.વ. 36) વર્ષ 2018માં ગોપીપુરા શંખેશ્વર કોમ્પલેક્ષમાં જયગુરૂ ટ્રેડ નામે વેપાર કરતો હતો. તે દરમિયાન કતારગામ વાળીનાથ ચોક ખાતે વાવ ફેશન નામે રેડીમેડ ગારમેન્ટની દુકાન કીશન પારેખ (રહે. વિહાર સોસાયટી-2, સીંગણપોર) સાથે પરિચય થયો હતો. 

કીશને શરૂઆતમાં રૂા. 5 હજારનો માલ ખરીદી અઠવાડિયામાં પેમેન્ટ ચુકવી આપ્યું હતું. ત્યાર બાક કીશને દીવાળી બાદ પેમેન્ટ ચુકવી દેશે એમ કહી તા. 25 ઓક્ટોબર 2018 ના રોજ રૂા. 1.76 લાખનો કપડાનો જથ્થો ખરીદ્યો હતો. પરંતુ ત્યાર બાદ કીશને સમયસર પેમેન્ટ નહીં ચુકવી વાયદા કર્યા હતા. 

નીરવે ઉધરાણી માટે કીશનની દુકાને ગયો હતો પરંતુ દુકાન બંધ હતી અને આજ દિન સુધી પેમેન્ટ ચુકવી વિશ્વાસઘાત કરતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

(5:26 pm IST)