ગુજરાત
News of Tuesday, 19th January 2021

વડોદરામાં ભાડાની તકરારમાં મકાનમાલિકને લાકડીના ફટકા મારી બે વાહનોને આગ ચાંપી ભાડુઆત ચાર શખ્સો રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં ભાડાની તકરારમાં મકાનમાલિકને માથામાં લાકડીના ફટકા મારી બે વાહનોને આગચંપી કરી ભાડુઆત સહિત ચાર શખ્સો નાસી છૂટ્યા હોવાનો બનાવ માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે.

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને વડોદરા શહેરના કલાલી ફાટક પાસે આવેલ સંતોષી નગરમાં રહેતા રવિન્દ્ર કનોજીયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે મકાનની ઉપર એક પતરા વાળી રૂમ બનાવી હતી અને સર્વેશ ઉપાધ્યાયને છ મહિના અગાઉ ભાડેથી આપી હતી. તે છેલ્લા બે મહિનાથી રૂમનું ભાડું આપતા ના હોય જેથી મકાન માલિકે પોતાનું તાળુ મારી દીધું હતું. 

ત્યારબાદ 17 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઘરમાં હાજર હતા તે દરમિયાન રાત્રે ભાડુઆતે ચાવી માંગી મોટેથી અપ શબ્દો બોલ્યા હતા. આ દરમિયાન તેની સાથે ઘસી આવેલા તેના બે ભાઈઓ મુનું અને સુરેશ તેમજ એક અજાણ્યા ઇસમે હાથાપાઈ કરી હતી અને મકાન માલિકના માથામાં લાકડી ફટકારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ હુમલાખોરો મકાન-માલીકની બે મોટરસાયકલ સળગાવી નાસી છૂટ્યા હતા.

(5:18 pm IST)