ગુજરાત
News of Tuesday, 19th January 2021

બોગસ માર્કશીટ અને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનાર હર્ષિલ લિંબચીયા ફરી પાછો વડોદરા પોલીસની પકડમાં

વડોદરા: બોગસ માર્કશીટ અને નોકરી આપવાના બહાને ઠગાઈ કરતો હર્ષિલ લિબાચીયા ફરી પોલિસ પકડમાં આવ્યો છે. મોટી રાજકીય વગધારાવતો હોવાની બડાસ મારતો હર્ષિલ લિબાચીયા ફરી પોલિસ સકંજામા આવ્યો છે. વડોદરાના માંજલપુરમા રહેતા ઈસમનું નામ છે હર્ષિલ લિબાચીયા. મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાની કરે છે વાત અને પછી ખોટા સર્ટી, પોસ્ટ અને રેલ્વેમાં નોકરી તેમજ મેડિકલમાં પ્રવેશ અપાવવાનુ કહી લોકો પાસેથી નાણા પડાવે છે. વડોદરાના એક કોન્ટ્રાકરટની દિકરીને મેડિકલમાં ગોત્રી કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 25 લાખ રૂપીયા પડાવ્યા હોવાનુ બહાર આવ્યુ છે.

જેની ફરીયાદના આધારે માજલપુર પોલિસે ધરપકડ કરી છે. પોલિસે જ્યારે હર્ષિલની ધરપકડ કરી હતી ત્યારે તે પીધેલી હાલતમાં હતો અને પાડોશીને ધમકી પણ આપી હતી. બંન્ને કેસ મળીને હર્ષિલ લિબાચીયા વિરૂધ્ધમાં ત્રણ ગુના દાખલ કરવામા આવ્ય છે. જો કે ફરીયાદીની ફરીયાદમાં મળેલા પુરાવાના આધારે હર્ષિલ લિબાચીયાએ અન્ય કોઈની સાથે આવી છેતરપીડી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

વડોદરામાં અગાઉ પણ હર્ષિલ લિબાચીયા અનેક ગુનાઓમાં ઝડપાઇ ચુક્યો છે. અનેક ગુના સાથે સંડોવાયેલો હર્ષીલ અગાઉ બોગસ માર્કશીટ, ખોટા ડોક્યુમેન્ટ અને રાયોટિંગના ગુનાઓ દાખલ કરવામા આવ્યા છે. માંજલપુર પોલિસે ધરપકડ કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષિલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેને ધ્યાને રાખી પોલીસ હાલ તેની તપાસ ચલાવી રહી છે.

(4:58 pm IST)