ગુજરાત
News of Tuesday, 19th January 2021

ભારત અને અમેરિકાના કેટલાક નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને સંગઠનો દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલઃ પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટના જામીન મંજૂર કરો

નવી દિલ્હી: ભારત અને અમેરિકાના કેટલાક નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે તે પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટના જામીન મંજૂર કરે.

ઇન્ડિયન-અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) અને હિન્દૂઝ ફોર હ્યૂમન રાઇટ્સ દ્વારા આયોજિત એક ઓનલાઇન પત્રકાર સમ્મેલનમાં સંગઠનો અને કાર્યકર્તાઓએ દાવો કર્યો કે હત્યાના એક કેસમાં સંજીવ ભટ્ટની પ્રતીતિ ખોટી છે અને ખોટા પુરાવાના આધારે છે કોર્ટ 22 જાન્યુઆરીએ સંજીવ ભટ્ટની જામીન અરજી પર સુનાવણી કરશે.

કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ મંત્રી શશિ થરૂરે કહ્યુ કે તે સંજીવ ભટ્ટ સાથે થયેલા અન્યાયથી ગુસ્સે છે, જેમણે સમાજ માટે કર્તવ્યનિષ્ઠ થઇને સેવા કરવા અને તાકાતવરથી સાચુ બોલવાની ક્ષમતાને કારણે જેલમાં મોકલી દેવામાં આવ્યા. થરૂરે કહ્યુ, સંજીવનો કેસ તે ખરાબ સમયને દર્શાવે છે, જેમાં અમે રહીએ છીએ, જ્યા તમામ ભારતીયોને બંધારણ દ્વારા ઘણા કેસોમાં આપવામાં આવેલા બંધારણીય મૂલ્યો અને મૂળભૂત અધિકારો નબળા છે અને તે સમયે તે શક્તિઓ દ્વારા છીનવી લેવામાં આવે છે જે ઉદાર નથી. જે ભારતીયોની અંતરાત્મા સંજીવ ભટ્ટની જેમ જીવિત છે, તેમણે ઉભા થવુ જોઇએ અને રીતના પડકાર વિરૂદ્ધ લડવુ જોઇએ, જે અમારા ગણતંત્રના આધારને નબળુ કરવાનો ખતરો ઉભો કરી રહી છે. પટવર્ધને કહ્યુ કે, સમાજે સંજીવ ભટ્ટને છોડાવવા માટે આંદોલન કરવુ જોઇએ.

માનવ અધિકાર કાર્યકર્તા, શાસ્ત્રીય નૃત્યાંગના અને અભિનેત્રી મલ્લિકા સારાભાઇએ કહ્યુ કે એવુ નથી કે માત્ર સંજીવ ભટ્ટ મામલે તેમના વિરૂદ્ધ નિશ્ચિત એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે પણ મોદી સરકારના મોટા ભાગના ટિકાકારો સાથે આવુ થઇ રહ્યુ છે. મલ્લિકા સારાભાઇએ કહ્યુ, જો કોઇ સરકાર વિરૂદ્ધ બોલે છે અથવા કોઇ સવાલ પૂછે છે, જે આપણા લોકતંત્રમાં મૌલિક અધિકાર છે, તો તેને કોઇને કોઇ રીતે દંડિત કરવામાં આવે છે, તેના વિરૂદ્ધ રેડ મારવામાં આવે છે, ખોટા કેસ ચલાવવામાં આવે છે અને તેમણે ચુપ કરાવી દેવામાં આવે છે.

(4:54 pm IST)