ગુજરાત
News of Tuesday, 19th January 2021

આણંદમાં નાયબ મામલતદાર ૬પ૦૦ની લાંચ લેતા ઝડપાયા

આણંદઃ જિલ્લાના કહાનવાડી ગામની રપ ગુંઠા જમીનની દસ્તાવેજના આધારે કાચી નોંધ પડી ગયા બાદ પાકી નોંધ પ્રમાણિત કરવા નાયબ મામલતદાર આકાશ ઠકકરે ૬પ૦૦ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરીને આણંદ એસીબી પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસાર ફરિયાદી આંકલાવની મામલતદાર કચેરીએ આવેલા મતદારયાદી/ઇ-સ્ટેમ્પીંગ રૂમમાં ગયા હતા. જયાં નાયબ મામલતદાર આકાશ ઠકકરે લાંચની રકમ કોમ્પ્યુટર ઓપરેટરને આપી દેવાનું જણાવ્યું હતું. જયાં કોમ્પ્યુટર ઓપરેટર ૬પ૦૦ની લાંચની રકમ સ્વીકારી હતી. એ સાથે જ છટકામાં ગોઠવાયેલા એસીબીના પીઆઇ એમ. એલ. રાજપુત અને જવાનો ત્રાટકયા હતા અને બંનેને ઝડપી પાડીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

(3:02 pm IST)