ગુજરાત
News of Tuesday, 19th January 2021

ઉમેદવારોની પસંદગીની પ્રકિયા ચાલુ

સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત ભાજપ દ્વારા તૈયારીઓ શરૃઃ બેઠકોનો દોર

૮ મહાનગરપાલીકાના કલેકટર, કમિશ્નરને વર્તમાન પરિસ્થિતિની જાણકારી આપવા પત્ર લખ્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ અગત્ય ગુજરાતમાં વર્ષે ૨૦૨૧ની શરૂઆતથી સ્થાનીક સ્વરાજની ચંુટણીઓ માટે સત્તાધારી પક્ષ દ્વારા તૈયારીઓ પુર જોશમાં શરૂ થઇ ગઇ છે.

ભાજપ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇ અભિપ્રાયો મેળવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

રાજયમાં ૮ મહાનગરપાલીકા, ૩૧ જીલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલીકાની ચૂંટણી માટે રાજય ચૂંટણી પંચ પણ પુરતી તૈયારીમાં લાગી ગયેલ છે.

ભાજપના ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલ કાર્યાલય કમલમમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીઓને લઇ બેઠકોનો દોર ચાલુ કરવામાં આવી ગયો છે. મોટે ભાગે શહેરી મતદાર ભાજપ સાથે રહેલ છે. તે દિશામાં ગંભીરતાથી વિચારણા આવી રહી છે.રાજયમાં છેલ્લા ૨૦ વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો ૭૦ ટકા થી વધારે મતદારો ભાજપ સાથે જોડાયેલા હોય તેમ સ્પષ્ટ દેખાઇ રહયું છે. ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસના કાર્યો પ્રજાએ સ્વીકાર્યા હોય તેમ સ્પષ્ટ દેખાઇ રહયું છે.

અત્રેએ  ઉલ્લેખનીય કરવો જરૂરી જણાય છે કે વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કોંગ્રેસનો જનાધાર પ્રમાણમાં ઘટતો જોવા મળ્યો છે. આવી પરિસ્થિતિમાં આ શહેરોમાં ભાજપ દ્વારા ચોકકસ રણનીતી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનીક રાજયના ચૂંટણી કમિશ્નર દ્વારા રાજયની ૮ મહાનગર પાલીકાના કલેકટર અને કમિશ્નરને પત્ર લખી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા લેખીત પત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહયાનું જાણવા મળે છે.

(11:44 am IST)