ગુજરાત
News of Tuesday, 19th January 2021

ડેડીયાપાડા તથા સાગબારા તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાતાં લોકોમાં ખુશી જોવા મળી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અલગ-અલગ વિસ્તારના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના અલગ-અલગ વિસ્તારના વિવિધ રસ્તાઓનું ખાત મુહૂર્ત નો કાયૅક્રમ યોજાયો જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પુલ સહિતના વિવિધ વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું

 આ ખાત મુહૂર્ત કાયૅક્રમ પ્રસંગે સાસંદ મનસુખભાઈ વસાવા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તથા માજી વન મંત્રી મોતીભાઈ વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ વસાવા,માજી જિલ્લા કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ વસાવા સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
 નમૅદા જિલ્લાના સાગબારા તાલુકાના જુની આર.ટી.ઓ. ઑફિસથી મોવી ગામ તરફ જતો ડામર રસ્તો તથા પાટલામહુ થી હલગામપાડી તરફ જતો ડામર રસ્તો તથા દોધનવાડી ગામે પુલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જયારે ડેડીયાપાડા તાલુકામાં નિઘટ ગામથી કેવડી તરફ જતો રસ્તો તથા કાલબી ગામથી શંભુનગર ગામ તરફ જતો રસ્તો તથા ડેડીયાપાડાથી રાજપીપળા રોડ પર આવેલ પારસી ટેકરા પાસેના પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમ જિલ્લાના ડેડીયાપાડા તથા સાગબારા તાલુકામાં વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાતાં લોકોમાં  અનેરી ખુશી લાગણી જોવા મળી રહી છે

(12:44 am IST)