ગુજરાત
News of Monday, 18th January 2021

મોવી ચોકડી પાસે ફરજ બજાવતા વન વિભાગના બીટગાર્ડની તબિયત લથડતા મોત

બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હરેશભાઇ શનાભાઇ વસાવા મોવી ખાતે તેમની ફરજ બજાવતા તબિયત બગડી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોવી ચોકડી પાસે ફરજ બજાવતા બીટગાર્ડ અચાનક બીમાર થઈ જતા સારવાર અર્થે લઇ જવાયા હતા પરંતુ તેમને તબીબે મૃત જાહેર કરતા વન વિભાગમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા વન વિભાગ માં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હરેશભાઇ શનાભાઇ વસાવા (ઉ.વ ૫૪ ) (રહે.નવાપોર(સીમોદ્રા),તા.ઝગડીયા જીલ્લો ભરૂચ ) નાંદોદ તાલુકાના મોવી ચોકડી પર પોતાની ફરજ પર હતા એ સમયે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક 108 મારફતે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા પરંતુ ત્યાં પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(12:41 am IST)