ગુજરાત
News of Tuesday, 19th January 2021

દેડીયાપાડાના સોલિયા ખાતે બજરંગ સ્પોર્ટ્સ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિવમ ઇલેવન,ડેડિયાપાડાનો ભવ્ય વિજય

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામૅ બજરંગ સ્પોર્ટ્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું.જેમાં અલગ અલગ જિલ્લાની ૩૨ ટીમેં ભાગ લીધો હોય જેમાં ફાઇનલમાં ટાટા ઇલેવન તરોપા અને શિવમ ઇલેવન ડેડિયાપાડા રહી હતી, જે પૈકી શિવમ ઇલેવન ડેડીયાપાડાનો ભવ્ય વિજય થતા ટીમના આયોજક જીવરામ ભાઈ અને દિનેશભાઈ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા મહામંત્રી હિતેશભાઈ તરફ થી પણ બંને ટીમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.શિવમ ઇલેવન ,ડેડિયાપાડા નવા વર્ષમાં સતત ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા બની બદલ ડેડિયાપાડા સરપંચ રાકેશ ભાઈ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી અને ભવિષ્યમાં પણ વિજય પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવવા માં આવી હતી.

(12:38 am IST)