ગુજરાત
News of Tuesday, 19th January 2021

નવીન કૃષિ કાયદા સંદર્ભે ખેડૂતોને ભ્રમિત કરી રાજકીય ખેલ ખેલવાનું કોંગ્રેસ બંધ કરે : સહકાર રાજયમંત્રી ઈશ્વરભાઈ પટેલ

ખેડૂતોને હાલ જે સુવિધા મળે છે એ મળતી જ રહેશે : વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય:ખેડૂતોના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવી એ અમારી નીતિ નથી:રાજ્યમાં ૨૨૪ જેટલી બજાર સમિતિ કાર્યરત

અમદાવાદ :સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતો-કૃષિકારોનુ હિત હંમેશા ભાજપા સરકારના હૈયે વસેલું છે એટલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હિંમતભર્યો નિર્ણય લઈ કૃષિકારોની આવક વર્ષ 2022માં બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે ખેડૂતોના ખભે બંદૂક ફોડીને કોંગ્રેસ દ્વારા તેમને ભ્રમિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તે અત્યંત નિંદનીય છે. પરંતુ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખેડૂતો તેમની વાતોમાં ક્યારેય આવ્યા નથી અને આવશે પણ નહીં એટલા માટે દેશભરના ખેડૂતો વડાપ્રધાનના સાથે ઊભા છે.

  મંત્રી ઈશ્વરસિંહ ઉમેર્યું કે ગુજરાતના ખેડૂતોના હિતને વરેલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇના નેતૃત્વ હેઠળની સરકારે અનેકવિધ પ્રયાસો ખેડૂતોના આર્થિક વિકાસ માટે કર્યા છે એટલું જ નહીં કુદરતી આપદાઓમાં પણ રાજ્ય સરકાર એમના પડખે ઊભી રહીને અનેક રાહત પેકેજ આપ્યા છે. એવા સમયે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રાજનીતિ કરવા નીકળી છે એને રાજ્ય સરકાર કયારેય સાંખી લેશે નહીં
વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા કરાયેલા આક્ષેપોને કડક શબ્દોમાં વખોડતા સહકાર મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રાજ્યમાં હાલ ૨૨૪ જેટલી બજાર સમિતિઓ કાર્યરત છે. વર્ષ ૧૯૯૫ બાદ જયારથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી અત્યાર સુધીમાં ૫૩ જેટલી નવી બજાર સમિતિઓની રચના કરી છે. જેના પરિણામે ખેડૂતોને નજીકમાં નજીક પોતાના પાક ઉત્પાદનો વેચવામાં સરળતા રહે. તેમણે ઉમેર્યું કે, આ ૫૩ જેટલી બજાર સમિતીઓમાંથી અમુક બજાર સમિતીઓ દ્વારા યાર્ડની રચના પણ કરવામાં આવેલ છે. હાલ પ્રાથમિક તબક્કાની આ બજાર સમિતિઓમાં યાર્ડ સેલ થતુ નથી અને કેટલીક બજાર સમિતિઓ પાસે પોતાના યાર્ડ નથી. આમ આવી બજાર સમિતિઓમાં યાર્ડ સેલ થતુ ન હોવાથી સ્વાભાવિક રીતે આ બજાર સમિતિઓને માર્કેટ ફીની આવક મળતી નથી.
  તેમણે ઉમેર્યું કે, નવી જોગવાઈઓ મુજબ બજા૨ વિસ્તા૨માં એટલે કે માર્કેટયાર્ડ બહાર થતા વેપાર ૫૨નું નિયંત્રણ બંધ થતા, બજા૨ સમિતિઓ માર્કેટયાર્ડમાં થતાં ખરીદ-વેચાણ પર જ માર્કેટ ફી લઈ શકે છે. બહા૨ થતાં ખરીદ-વેચાણ પર માર્કેટ ફી બંધ થતાં તેના પરોક્ષ ફાયદો ખેડૂતોને થયો છે. આ બજા૨ સમિતિઓને યાર્ડ સેલ ૫૨ માર્કેટ ફી આજે પણ મળી ૨હે છે. આવી બજા૨ સમિતિઓ યાર્ડ સેલ વધારી માર્કેટ ફી ની આવક વધારી શકે તેવી શક્યતાઓ પણ ૨હેલી છે.        
  મંત્રીએ ઉમેર્યુ કે ખેડુતોને તેઓના ખેત ઉ્ત્પન્નના પોક્ષણક્ષમ ભાવ મળે, ખેત ઉત્પન્નના વેચાણ માટે બહુવિધ વિકલ્પો પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ છે. આજના આ આધુનિક યુગમાં ખેડુતો પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી તેઓનું ખેતઉત્પન્ન અન્ય રાજ્યોમાં વેચી શકે જેના પરિણામે ખેડુતોનું ટ્રાન્સપોર્ટેશન પણ ઘટશે અને પોતાના ખેત ઉત્પન્નના વધુ ભાવ મળશે.
મંત્રીએ ઉમેર્યુ કે રાજ્યના ખેડુતોને ભ્રમિત કરવા નીકળેલ કોંગ્રેસ  ખેડુતોના નામે જે રાજનીતિ કરી રહી છે એ એમને શોભતુ નથી. ખેડુતોનું હિત એ જ અમારી પ્રાથમિકતા છે અને રહેશે એટલે ખેડુતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.

(10:30 pm IST)