ગુજરાત
News of Sunday, 19th January 2020

સુરત કતારગામ પોલીસે નકલી વન અધિકારીને ઝડપી લીધો

દૂધના વેપારી સાથે ઝઘડો થતા સમાધાન માટે યુનિફોર્મ પહેરી રોફ જમાવવો ભારે પડ્યો

સુરત :સુરતના કતારગામ પોલીસે બનાવટી વન અધિકારીની ધરપકડ કરી છે. પોલીસને કંટ્રોલરૂમમાં માહિતી આવી હતી કે, કતારગામ જનતાનગરના પાળા ખાતે પોલીસ જેવા કપડા એક વ્યક્તિ માથાકૂટ કરી રહ્યોં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તે વ્યક્તિની અટકાયત કરી હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી જેનીશ શાહે કોઈ વિવાદમાં સમાધાન કરવા મૃતક પિતરાઈ ભાઇનો ફોરેસ્ટ ઓફિસરનો ગણવેશ પહેર્યો હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ખાખી કપડામાં એક પોલીસ અધિકારી લાલ જુતા અને પોલીસનો પટ્ટો પહેરેલો હતો.

અંગ્રેજીમાં જી.એફ. બેજ અને બે સ્ટાર પણ લગાવેલા હતા. આ સિવાય અંગ્રેજીમાં દીપેશ શાહ ફોરેસ્ટ અધિકારી નામની એક પ્લેટ લગાવાઈ હતી. જેનીશ શાહની ધરપકડ બાદ કડકાઈથી પુછતા તેણે જણાવ્યું હતું કે પાડોશમાં દૂધનો વેપાર કરનાર વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો અને તેની સાથે સમાધાન માટે યુનિફોર્મ પહેરેલ છે. આ વર્ષે તેનો એક કાકાનો દીકરો દિપેશ શાહ છે. જેનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. જેણે ફોરેસ્ટર તરીકે સેવા આપી હતી. આરોપી પાસેથી આઈડી કાર્ડ અને મોબાઇલ મળી આવ્યા હતા.

(11:36 pm IST)