ગુજરાત
News of Sunday, 19th January 2020

મોડાસાના સાયરમાં યુવતીના મોત મામલે લોકોમાં આક્રોશ : અમદાવાદમાં દલિત સમાજ દ્વારા મહારેલી

ન્યાયની માંગ અને આરોપીઓને ફાંસી આપવાના નારા લગાવ્યા

અમદાવાદ : મોડાસાના સાયરમાં યુવતીના મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. તેને લઇ અમદાવાદમાં દલિત સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. પોસ્ટર તેમજ આરોપીઓને ફાસી આપો ના નારા લગાવી ન્યાય ની માગણી કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાંયુવાનો અને મહિલાઓ સંખ્યામાં લોકો જોડાયા હતા.

(11:11 pm IST)