ગુજરાત
News of Sunday, 19th January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે પ્રથમવાર પોલિયો રસી કરણ: 300 જેટલા પ્રવાસીઓએ લીધો લાભ

નર્મદામાં પોલિયો રસીકરણ અભિયાન હેઠળ 52,600 બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક : 376 બુથો પર થઇ કામગીરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશમાંથી પોલિયો નાબૂદ કરવા ફરી એકવાર પોલિયો રવિવારના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાન ચલાવામાં આવ્યું અને આરોગ્યની ટીમે શાળાઓમાં બુથ બનાવી, આંગણવાડી ખાતે પોલિયોના ટીપા નાના બાળકોને પીવડાવ્યા હતા.આ વખતે આરોગ્ય વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ નિલેશ દુબેના સંયુક્ત પ્રયાસથી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 300 થી વધુ પ્રવાસીઓએ રસીકરણ નો લાભ લીધો.હતો

   જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ, ડો.વિપુલ ગામીત ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના 1674 જેટલા કર્મચારીઓની ટિમોં એ જિલ્લામાં 376 જેટલા બુથો બનાવી બાળકોને રસીકરણ પીવડાવવાની કામગીરી કરી જેમાં 19 જેટલા અલગ બુથોમાં એસ.ટી.બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળ પર પોલિયોની રસી પીવડાવી હતી.સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહેલીવાર બુથ બનાવી ફરવા આવતા પ્રવાસીઓના બાળકોને પોલિયો રસી પીવડાવાઈ હતી.જેમાં 300 જેટલા બાળકોએ લાભ લીધો હતો.

(8:47 pm IST)