ડી.સી.એમ કોલેજ વિરમગામ એન.એસ.એસ યુનિટની વાર્ષિક શિબીર યોજાઈ
વિરમગામ NSS યુનિટના વાર્ષિક શિબિર નવીનતા દ્વારા સામાજિક વિકાસનુ આયોજન કોઈન્તિયા ખાતે કરાયું
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જીલ્લાના દેસાઈ સી.એમ.આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ વિરમગામ NSS યુનિટના વાર્ષિક શિબિર નવીનતા દ્વારા સામાજિક વિકાસનુ આયોજન કોઈન્તિયા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પના મુખ્ય અતિથિ તરીકે જયેશભાઈ પટેલ વિરમગામ તાલુકા પ્રા.શિક્ષક સંધ, અતિથિ વિશેષ તરીકે ડૉ.રાજનભાઈ ચોહાણ ઇન્ચાર્જ . આચાર્ય સાણંદ કોલેજ, રામભાઈ સિધવ, DCM કોલેજના ઇન્ચાર્જ આચાર્ય જગદિશભાઈ પટેલ, પ્રા.અમીતભાઈ ચોધરી સમગ્ન કોલેજ સ્ટાફ , કોઈન્તિયા ગ્રામ પંચાયતના સરપંચ ઠાકોર છત્રસંગ, જખવાડા ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઈ ગોહિલ ઉપસ્થિત રહી NSS ના સ્વયંસેવકો ને પ્રોત્સાહન આપ્યુ હતુ. સમગ્ર સમગ્ર શિબિર સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા.મોતીભાઈ ધોધોળ તેમજ પ્રા.આર .ઉ .પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.