ગુજરાત
News of Friday, 19th January 2018

મગફળીના ખરીદ કેન્દ્રો બંધ કરવાનો કોઈ નિર્ણય થયો નથી ;નીતિનભાઈ પટેલ

કેટલાક કેન્દ્રોમાં ભેળસેળની શંકા ;116 કેન્દ્રો સ્થગિત કરાયા ;યાર્ડમાં 137 સેન્ટર ચાલુ

 

અમદાવાદ ;રાજ્ય સરકારે મગફળીના ખરીદ કેન્દ્રો બંધ કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ વધુમાં કહ્યું કે કેટલાક કેન્દ્રોમાં એજન્સીઓ દ્વારા ભેળસેળ થતી હતી આવા 116 કેન્દ્રોને સ્થગિત કરાયા છે.અને તપાસ બાદ તેને ફરી શરૂ કરવાનો નિર્ણય કરાશે.

    નીતિનભાઈ પટેલે એમ પણ કહ્યું હતું કે ટેકાના ભાવ કરતા મગફળીનો ભાવ વધ્યો છે. મગફળી ખરીદવા માર્કેટ યાર્ડમાં 137 સેન્ટર ચાલુ છે. વધુ ચાર લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવા નાફેડમાં દરખાસ્ત કરાઈ છે

(11:08 pm IST)