News of Friday, 19th January 2018
ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસમાં ભડકો ;પ્રમુખ સામે 36માંથી 30 સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત
દરખાસ્તમાં ૪ અપક્ષ સભ્યોમાંથી ૩ સભ્યોનો પણ ટેકો ;પંદર દિવસમાં ખાસ મિટિંગ બોલાવાશેઃ
વડોદરા ;ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ ભભૂકી ઉઠ્યો છે અને શિસ્તના લીરેલીરા ઉડ્યા છે પાલિકાના કુલ 36માથી 30 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. આ દરખાસ્તમાં ૪ અપક્ષ સભ્યોમાંથી ૩ સભ્યોનો ટેકો મળ્યો છે.જેથી આગામી પંદર દિવસમાં ખાસ મિટિંગ બોલવવામાં આવશે.
કોંગ્રેસના મોવડીઓએ પ્રથમ અઢી વર્ષની ટર્મમાં મહિલા જનરલ કેટેગરીના દક્ષાબેન પટેલને પ્રમુખ બનાવ્યા હતા પરંતુ બે જ વર્ષમાં નગર પાલિકામાં કોંગ્રેસમાં ભડકો થયો છે
(11:27 pm IST)