ગુજરાત
News of Friday, 19th January 2018

વીઆઇપી કવોટાના નામે હજ જવા માગતા લોકોને લુંટતા લેભાગુ એજન્ટોથી બચજોઃ પ્રો. કાદરી

ગુજરાત રાજય હજ કમિટી દ્વારા હજ ડ્રો ખુલ્લો મુકાયો

રાજકોટઃ ગુજરાત  રાજય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જનારા ગુજરાતના હજયાત્રીઓ માટે ગાંધીનગર ટાઉન હોલ ખાતે કુર્રા (ડ્રો) કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમંદઅલી કાદરીએ ઉપસ્થિત હજ અરજદારોનેક સંબોધન કરતા જણાવ્યું હતું કે વીઆપી કવોટાના નામે કેટલાક લેભાગુ એજન્ટો હજ ઇચ્છુકો સાથે બેફામ લુંટ કરતા હોવાની ફરીયાદો મળી છે. આથી આવા એજન્ટોનો વિશ્વાસ કર્યા વિના સીધા સાંસદોની ભલામણ કવોટા માટે અરજી કરવા વિનંતી છે.

ગુજરાતના હજ અરજદારો માટે ડ્રો ખુલ્લો કરતા અગાઉ પ્રો. કાદરીએ પોતાના ઉદ્બોધનમાં વધુમાં જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે ગુજરાત હજ કમિટીને ૪૩૯૬૯ કમિઠી ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષ માટે ૬૩૯૫નો હજ કવોટા નક્કિ કરવામાં આવ્યો છે. આ કવોટામાંથી ૭૦ વર્ષ કે તેથી વધુના ૫૮૫ અરજદારો માટે કોમ્પ્યુટર પધ્ધતિથી મુંબઇથી ઓનલાઇન ડ્રો કરવાના બદલે જિલ્લા મુજબ ડ્રો કરવામાં આવશે. પરિણામે જે તે જિલ્લાની મુસ્લિમ વસ્તીના આધારે ડ્રો થવાનો હોવાથી તમામ  જિલ્લાના હજ અરજદારોને સમાન તક મળશે. હજ સબસીડી નાબુદ થયા અંગે તેમણે જણાવ્યું હતું કે હજ સબસિડી  નાબુદ કરવા સુપ્રીમ કોર્ટનો હુકમ હતો. ખરેખર તો આ સબસિડીનો કોઇ લાભ હાજીઓને મળતો ન હતો. મુસલમાનો હજ કરવા દેવું કરીને, ઉધાર લઇને બેંક લોન લઇને જતા નથી. પરીણામે હજ સબસિડી નાબુદ કરવા મુસ્લિમ સંસ્થાઓપ એનજીઓ, આગેવાનો, નેતાઓની માગ હતીફ દરમ્યિાન હજ વિમાન ભાડુ અન્ય એરલાઇન્સ કરતા વધુ હોવાની રજુઆત અંગે ચેરમેન પ્રો. કાદરીએ જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે એરફેર ૬૩ હજારની આસપાસ રહેશે. સબસિડી નાબુદ થવાની અસર ભાડા પર પડશે નહિં. હા એરલાઇન્સ ભાડુ વધારે એ અલગ બાબત છે. બીજુ અમે રાજયોના હજ ચેરમેનોની મીંટીગમાં વિશ્વભરના એરલાઇન્સને આકર્ષવા વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા રજુઆત કરી જ છે. જેનાથી હરીફાઇ વધતા ઓછા ભાડાનો લાભ હજયાત્રીઓને મળી શકશે. આ પ્રસંગે હજ કમિટીના સભ્ય રફીકબાપુ લીમડાવાળાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જયારે સચિવ આઇ. એમ. શેખે  હજ ડ્રો અંગે ટુંકમાં માહિતી પુરી પાડી હતી.

ચેરમેન પ્રો. મોહમંદઅલી કાદરીએ કોમ્પ્યુટરનું બટન દબાવી હજ ડ્રો ખુલ્લો મુકયો હતો.

 ગુજરાતની મહિલાઓ વધુ ધાર્મિક હોવાથી મહેરમ વિના હજયાત્રાએ જવા રાજયમાંથી  એક પણ અરજી નથી

 હજ કમિટી ઓફ ઇન્ડિયાએ ચાલુ વર્ષ  નવી હજ નીતી તૈયાર કરી તેમાં ૪૫ વર્ષથી વધુ વયની મહિલાઓ એક સાથે ચારના ગ્રુપમાં મહેરમ વિના જઇ શકશે તેવો નિર્ણય લેવાનો હોવા છતા  ગુજરાતમાંથી એકપણ મહિલાએ મહેરમ વિના જવા અરજી કરી નથી. દેશભરમાંથી ચાલુ વર્ષે કુલ ૧૩૦૦ જેટલી મહિલાઓએ મહેરમ વિના જવા અરજી કરી છે. ઇસ્લામમાં મહેરમ એટલે કે મહિલાનો પતિ, પિતા,ભાઇ, પુત્ર, પોૈત્ર, નવાસાનો સમાવેશ થાય છે. ગુજરાતની મહિલાઓ વધુ ધાર્મિક હોવાથી તેઓ મહેરમ વિના હજ પર જવા ઇચ્છતી નથી.

(11:50 am IST)