ગુજરાત
News of Tuesday, 18th December 2018

સુરતમાં ફાયર સેફ્ટીનાં અભાવે 230 ટ્યુશન ક્લાસિસને અપાઇ નોટિસ: 80ને કરાયા સીલ

આગમ આર્કેડમાં આગ બાદ મોડેતંત્ર જાગ્યું : ફાયર સેફ્ટી અને સલામતી બાબતે બેદરકારીસામે કાર્યવાહી

સુરત આગમ આર્કેડમાં આગ બાદ મોડે મોડે તંત્ર જાગ્યું છે. 230 ટ્યુશન ક્લાસિસને નોટિસ આપી છે. તેમજ 80 ક્લાસિસ સીલ કરાયા છે ફાયર બ્રિગેડની ટીમ દ્ગારા નોટિસ ફટકારીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ફાયર સેફ્ટીના અભાવ અને NOC વગરના ક્લાસિસ સામે તંત્રએ હવે લાલઆંખ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં આગમ આર્કેડના ટ્યુશન ક્લાસિસમાં આગ લાગી હતી. જે આગમાં એક બાળક અને શિક્ષિકાનું મોત થયું હતું.

વેસુમાં આગમ આર્કેડમાં આગ લાગવાને કારણે ત્રીજા માળે ચાલતા ટ્યૂશન કલાસીસમાં ધુમાડાથી ગૂંગળામણને કારણે માસુમ બાળક અને શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અને સલામતી બાબતે બેદરકારી દાખવનારા ટ્યૂશન ક્લાસીસ અને શોપિંગ મોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે

(8:55 pm IST)