ગુજરાત
News of Monday, 18th November 2019

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારની આંગણવાડીઓમાં સર્વે હાથ ધરાયો

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વિરમગામ તાલુકાના સંયોજક દ્વારા સર્વે કામગીરી: પ્રાથમિક સુવિધા, રસોડાની સ્થિતિ, પાણીની સગવડ, બાળકોની સંખ્યા, અતિકુપોશીત, મધ્યમ કુપોષિત બાળકોનો સર્વે કરાયો

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પછાત માનવામાં આવતા નળકાંઠા વિસ્તારના વિવિધ ગામોની આંગણવાડીઓમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના વિરમગામ તાલુકાના સંયોજક દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે કામગીરી થકી આંગણવાડીની કામગીરીને વધુ સુદ્દઢ બનાવવા માટે સુચનો આપવામાં આવશે.

  ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વિરમગામ તાલુકા સંયોજક રસિકભાઈ કોળીએ જણાવ્યું હતું કે, નલકાંઠાના જેતાપુર, અસલગામ, ઝેઝરા, શાહપુર, રૂપાવટી, વનથલ, થુલેટા, કુમારખાન સહીતના ગામોમાં આંગણવાડીની મુલાકાત લઈ ત્યાંની પ્રાથમિક સુવિધા, રસોડાની સ્થિતિ, પાણીની સગવડ, બાળકોની સંખ્યા, અતિકુપોશીત, મધ્યમ કુપોષિત બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેનો રીપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવશે.

(6:47 pm IST)