સુરતના હજીરા રોડ નજીક કોલોનોમાં પોલીસે દરોડા પાડી બે જુદી જુદી જગ્યાએથી 11 જુગારીઓને 1.38 લાખની મતા સાથે દબોચ્યા
સુરત: શહેરના હજીરા રોડના મોરા ગામમાં ભરતભાઇ કોલોનીમાંથી જુગાર રમતા 4 જુગારીને રૂા. 97 હજાર અને ભટાર આઝાદ નગરમાંથી જુગાર રમતા 7 જુગારીને રૂા. 41 હજારથી વધુની મત્તા સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇચ્છાપોર પોલીસે બાતમીના આધારે હજીરા રોડના મોરા ગામની ભરતભાઇ કોલોનીમાં રહેતા ચીન્દી છગાની ડહરેના ઘરમાં દરોડા પાડયા હતા. જયાંથી ચીન્દી ઉપરાંત કમલેશ ચંદ્રપતિ રાય અને મુક્કતારસીંગ ભખ્ખીસીંગ (બંન્ને રહે. ઘનશ્યામ પાર્ક સોસાયટી, મોરાગામ), હેમચંદ છાદાનીરામ સતનામી (રહે. પ્રેમસીંગ ભંગારની દુકાન પાછળ, મોરા ગામ)ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતાના રોકડા રૂા. 10 હજાર, બે નંગ મોબાઇલ ફોન અને બે એકટીવા મોપેડ મળી કુલ રૂા. 97 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ જુગાર ધારા હેઠળ ધરપકડ કરી હતી.