ગુજરાત
News of Monday, 18th November 2019

સુરતના સોસ્યો સર્કલ નજીક સાડીના વેપારી પાસેથી દલાલ મારફતે અગાઉ 2.40 લાખની સાડી મંગાવી મુંબઈના વેપારીએ છેતરપિંડી આચરી

સુરત: શહેરના સોસ્યો સર્કલ નજીક હાલ સાડીનો વેપાર કરતા પરંતુ અગાઉ રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા ભટારના સાડી વેપારી પાસેથી સુરતના દલાલ મારફતે રૂ. 2.40 લાખની સાડી મંગાવી મુંબઈના વેપારીએ ઉઠમણું કર્યું હતુ.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર ચાર રસ્તા રવિશંકર સંકુલ પ્રજ્ઞા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.સી/4 માં રહેતા 50 વર્ષીય સત્યનારાયણભાઈ મહાવીરપ્રસાદ કુમાવત હાલ સોસ્યો સર્કલ નવરંગ સોસાયટી ખાતે સિદ્ધિ સાડીના નામે ભાગીદારીમાં ધંધો કરે છે. 

(5:44 pm IST)