News of Monday, 18th November 2019
અમદાવાદ: મુંબઈથી શતાબ્દી એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર રેલવે કેટરિંગના વેઈટર સહીત ત્રણને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા
અમદાવાદ:શહેરમાં ચરસ ગાંજો અને એમ પી ડ્રગ્સ બાદ પહેલીવાર મોઘાદાટ કોકેઈનનો જથ્થો પ્રવેશ્યો છે. મુબઈથી નોકરી દરમિયાન ડ્રગ્સની હેરાફેરી કરતો રેેલવે કેટરિંગનો વેઈટર નશીલા પદાર્થના જથ્થાની હેરાફેરી કરતો હતો. બાદમાં તેના સાગરીતોને આ જથ્થો આપતો હતો.
પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કોકેઈન, મેફેડ્રોન અને 3.53 લાખ રોકડા મળીને 65.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોકેઈન ખુબ મોઘુ હોય છે અને ધનાઢ્ય નબીરાઓ હવે આ ડ્રગ્સ તરફ વળ્યા હોવાની શક્યતાને પગલે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. વિદેશથી મુંબઈ અને ત્યાંથી અમદાવાદ લવાયેલા આ ડ્રગ્સના મુખ્ય સુત્રધાર અંગે પણ તપાસ ચાલી રહી છે.
(5:41 pm IST)