ગુજરાત
News of Monday, 18th November 2019

અમદાવાદની ૧૦૦ થી વધુ પેઢીમાં ૧૦ અબજનું બોગસ બિલીંગ પકડાતા સનસનાટીઃ ૧ાા કરોડ રોકડા મળ્યાઃ એક ડઝન મોટામાથા...

આશ્રમ રોડ-શાહપૂર-શાહીબાગ-બોડકદેવ સહિતના વિસ્તારોમાં CGST દ્વારા દરોડાનો દોર...

રાજકોટ તા. ૧૮ : અમદાવાદમાં CGST દ્વારા આશ્રમરોડ, દિલ્હી ચકલા અને શાહીબાગમાં વિવિધ પેઢીમાં તપાસ કરીને ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના બોગસ બિલીંગોનું કૌભાંડ પકડી પાડયું છ.ે CGST ના દરોડામં દારૂની ૧ર૧ બોટલો અને ૧.૪૧ કરોડ રોકડા મળી આવતા પોલીસ અને ઇન્કમટેક્ષ વિભાગની પણ જાણ કરવામાં આવી છ.ે

CGSTના  અધિકારીઓ દ્વારા ચાલી રહેલી તપાસમાં આશરે ૧૦૦ થી વધુ બોગસ પેઢીઓ દ્વારા બોગસ બિલીંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છ.ે આ કૌભાંડમાં એક ડઝન મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતાઓ છે બીજી તરફ આટલી બધી દારૂની બોટલો મળી આવતી CGST-૧૧ અધિકારીઓ ચોકી ઉઠયા હતા.

CGST-ના સુત્રોના જણાવ્યા મુજબ પરેશ નાથાલાલ ચૌહાણની આશ્રમ રોડની ઓફીસ તથા અન્ય જગ્યાએ ત્યં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૦૦ જેટલી બોગસ પેઢીઓ બનાવીને બોગસ બિલીંગોનું કૌભંાડ આચરીને આશરે ૧,૦૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે. આ ઉપરોકત અશોક માણેકની બોડકદેવમાં આવેલ ઓફીસમાંથી દારૂની ૧ર બોટલો અને રૂ.૧.૪૧ કરોડ રોકડા મળી અવ્યા હતા. દારૂની બોટલો અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:59 pm IST)