પોલીસમાંથી બુટલેગર બનેલો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પ્રભુ ડોડિયા ઝડપાયો: ઘર અને દુકાનમાંથી 2.46 લાખનો દારૂ મળ્યો હતો
અરવલ્લી: અમદાવાદ પોલીસમાંથી સસ્પેન્ડ થયા પછી શામળાજી જઇને દારૂનો ધંધો કરનારો સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુ ડોડિયા આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. ભીલોડા પોલીસે તેને એક ખાનગી વાહનમાં મુસાફરી દરમિયાન ઝડપી લીધો છે,
તાજેતરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે પહા઼ડીયા અને કડવથમાંથી 2.46 લાખ રૂપિયાની કિંમતની દારૂ અને બિયરની 1123 બોટલ જપ્ત કરી હતી, દારૂનો જથ્થો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પ્રભુ ડોડિયાના ઘરમાંથી અને દુકાનમાંથી ઝડપાયો હતો, ત્યારથી તે ફરાર હતો, પોલીસે એ દિવસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી
આ કેસમાં પોલીસ વિભાગ દ્વારા ભીલોડાના પીએસઆઇ એસ.એચ.શર્માને ફરજમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ કરાયા છે, પોલીસની નોકરી ગયા બાદ ડોડિયા બુટલેગર બની ગયો હતો, અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ લાવીને અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં વેચતો હતો, છેલ્લા કેટલાક સમયથી તેના પર વોચ ગોઠવાઇ હતી, આખરે તેની પોલીસે ધકપકડ કરી લીધી છે.