ગુજરાત
News of Monday, 18th November 2019

સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલની જોહુકમી સામે રોષ : છાત્રોનો જમવાનો બહિષ્કાર

ભોજનાલયનો કોન્ટ્રાકટ ટેન્ડર વગર વર્ક ઓર્ડર આપી દીધો :દ્દે વિદ્યાર્થીદીઠ 200 કમિશન લેતા હોવાનો આક્ષેપ

પાટણની સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલની જોહુક્મીને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે ભોજનાલયની કેન્ટીંગને લઈને પ્રિન્સિપાલની દાદાગીરી જોવા મળી રહી છે. જમવાની કેન્ટિંગનુ ટેન્ડર પ્રક્રિયા વગર બરોબર વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. જૂના ભાવ પ્રમાણે નવા કેંટિંગનો ભાવ 100 રૂપિયા વધુ હોવાથી વિધાર્થીઓએ જમવાનો બહિષ્કાર કર્યો છે.

છેલ્લા બે દિવસથી સાડા ત્રણસો થી પણ વધુ વિદ્યાર્થીઓ જમવાથી વંચિત રહ્યા છે. બીજી તરફ પ્રિન્સીપાલ દ્વારા અન્ય કંપનીને ખુલ્લી જગ્યામાં જમવાનું ચાલુ કરાયું છે. જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા લેકચર અને ભોજનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરાવવાની ધમકી આપવામાં આવી છે. મહેન્દ્ર પટેલ દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી વિદ્યાર્થી દીઠ રૂ. 200 કમિશન લેતા હોવાનું સામે આવ્યું છે.

 

(1:54 pm IST)